જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી શ્રી એન.બી. ચૈાહાણે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૦૫ સામાન્ય ખેડૂતોને રૂપિયા ૩૦૩.૭૫ ,અનુસૂચિત જાતિના ૯ ખેડૂતોને રૂપિયા ૬.૭૫ લાખ, અનુસૂચિત જાતિના ૩૯ ખેડૂતોને રૂપિયા ૨૯.૨૫ લાખની સહાય એમ મળીને કુલ ૩૩૯.૭૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૭૪ સામાન્ય ખેડૂતોને રૂ. ૨૩૭ લાખ, અનુસૂચિત જનજાતિના ૨ ખેડૂતોને રૂ.૧ લાખ,અનુસૂચિત જાતિના ૨૨ ખેડૂતોને રૂપિયા ૧૧ લાખની સહાય એમ મળી કુલ ૨૪૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતીમાં સહાય રૂપ થવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓની અમલવારી કરીને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો સરકારનો ઉદ્દેશ છે.
