જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા રજૂઆત કર્તાઓ તથા સરકારી વહીવટનું જાહેર હિત જળવાઈ રહે, કોઈ જાનમાલને નુકસાન ન થાય તે હેતુસર રજૂ થયેલ દરખાસ્ત વ્યાજબી અને જણાવતા જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ. બી. બાંભણીયાએ તેમને મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ જાહેરનામા મુજબ કોઈએ ઉપવાસ ધરણા ઉપર બેસવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રોચાર કરવા નહીં. કોઈપણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહીં. કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહિ. ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહીં કે સરકારી કચેરીમાંથી અતિક્રમણ કરવું નહીં. સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં. આ જાહેરનામું તારીખ ૧૧/૨/૨૦૨૩ થી થી ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.
