જૂનાગઢ માં ઉદ્યોગકારો સાથે સંવાદ સાધવાનો અધિકારીનો નવતર અભિગમ શરૂ થયો જૂનાગઢના અધિક કલેક્ટરે વિનય ઈન્ડસ્ટ્રીઝની શુભેચ્છા મુલાકાત લીધી
જૂનાગઢ ચેમ્બરના પ્રમુખ વિજયભાઈ દોમડિયા વતી તેમના કાકા રમેશભાઈ દોમડિયા , સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા , ઉદ્યોગકાર અતુલભાઈ પોશિયા , બટુકભાઈ માથુકિયા વગેરેએ સ્વાગત કરી ફેક્ટરીમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી જૂનાગઢના અધિક કલેક્ટરે વિનય ઈન્ડસ્ટ્રીઝ લિ.ની શુભેચ્છા મુલાકાત લઈને અહીંની કામગીરી અંગે જાણકારી મેળવી હતી . આ પ્રસંગે ઉદ્યોગકારો અને વેપારી આગેવાનોએ તેમને આવકાર્યા હતા . જૂનાગઢના અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.જી. પટેલે તાજેતરમાં વિનય ઈન્ડસ્ટ્રીઝ લિ.ની મુલાકાત લીધી હતી . ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ દોમડિયા વતી તેમના કાકા રમેશભાઈ દોમડિયાએ પુષ્પગુચ્છ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મોમેન્ટો અર્પણ કરીને અધિક કલેક્ટરનું સ્વાગત કર્યું હતું . વિનય ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા વગેરે સ્ટાફે તેમની સાથે રહીને અહીં ચાલતી કામગીરી અંગે જરૂરી માહિતી પુરી પાડી હતી . આ પ્રસંગે સ્ટાફના રાજેશભાઈ કાકડિયા , રૂષિકભાઈ ઠુંમર , ભાવિનભાઈબોરીસાણીયા , નિલેશભાઈ દોમડિયા કિશનભાઈ પ્રજાપતિ વગેરે તેમજ ઉદ્યોગપતિ અતુલભાઈ પોશિયા અને વેપારી અગ્રણી બટુકભાઈ માથુકિયા વગેરે હાજર રહ્યા હતા …..
અહેવાલ મહેશ કથિરીયા


