Gujarat

દામનગર શહેરમાં પ. પુ.સંતશ્રી દયારામ બાપાની બીજી પુણ્યતિથી અને ૨૧મો સમૂહ લગ્નોત્સવ ગુરુવારે ઉજવાશે.

દામનગર શહેરમાં પ. પુ.સંતશ્રી દયારામ બાપાની બીજી પુણ્યતિથી અને ૨૧મો સમૂહ લગ્નોત્સવ ગુરુવારે ઉજવાશે. દામનગર શહેરમાં ઢસા રોડ પર આવેલ શ્રી સીતારામ આશ્રમમાં તા.૧૬-૨ ને ગુરુવારના પરમ વંદનીય શ્રી દયારામબાપા ની દ્વિતીય પુણ્યતિથિ મહોત્સવ નિમિતે સવારના જ્યોત દર્શન,સંત દર્શન ધર્મસભા,સંતો – મહંતો દ્વારા આશીર્વચન, તેમજ સેવક સમુદાય અને દાતાઓના સહયોગથી ૨૧માં સમૂહ લગ્નોત્સવમાં ૨૫ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે.શ્રી સીતારામ આશ્રમના મહંત શ્રી સીતારામ બાપુએ જણાવ્યું હતું કે સંતોશ્રી પ. પુ. હનુમાનદાસબાપા, પ. પુ. દેવજીબાપા, પ. પુ.લાલબાપા,અને ગુરુશ્રી દયારામબાપા ની અસીમ કૃપા અને પ્રેરણાથી આ ધાર્મિક અને સામાજીક કાર્ય માટે મળી રહેલા અપાર પ્રેમ અને સહકારથી કાર્ય સંપન્ન થનાર હોય,ધર્મપ્રેમી જનતાએ હાજરી આપી ઉત્સવને સફળ બનાવવા માટે,સેવક સમુદાયે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું આશ્રમના શ્રી ગોપાલબાપુ અને આકાશબાપુએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ( અતુલ શુક્લ દામનગર.)

IMG-20230210-WA0002-1.jpg IMG-20230210-WA0003-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *