દિકરીઓને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. દિકરીઓને પોતાના સ્વરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ધો.૬ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૨૪ સેશનમાં ૩ મહિના સુધી શાળાઓમાં વિદ્યાર્થીનીઓને તાલીમ અપાશે.
રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણનું શાળાઓમાં આયોજન કરવામાં આવે છે. જેમાં શાળાની ધો.૬ થી ૧૨ની વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ૩ મહિના સુધી ચાલે છે. જૂનાગઢ જિલ્લાની ૫૬૨ શાળાઓમાં ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીનીઓને આત્મરક્ષાની તાલીમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ ઘુંસલાએ જણાવ્યું હતું કે, જિલ્લાની ૫૬૨ શાળાઓમાં ૨૧ હજારથી વધુ ધો.૬ થી ૧૨ની વિદ્યાર્થીનીઓને રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણની તાલીમ આપવામાં આવે છે. જેમાં કરાટે, લાકડી દાવ, ચુની દાવ સહિતની વિદ્યાર્થીનીઓને પોતાના આત્મ રક્ષણ માટેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ યેલો, બ્રાઉન અને બ્લેક બેલ્ટ ધરાવતા તજજ્ઞો અને કોચ દ્વારા આ તાલીમ આપવામાં આવે છે.
કુલ ૨૪ સેશનમાં ૩ મહિના સુધી વિદ્યાર્થીનીઓને તાલીમ આપવામાં આવી રહે છે. આ તાલીમ મેળવી વિદ્યાર્થીનીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકશે.


