(પાલિકાનું સ્વ આવક ઉભી કરી આગવી રીતે ભંડોળ નિર્માણ કરવા તરફ પ્રયાણ)
(વર્ષો પહેલા વિકાસના સ્વપ્નદ્રસ્ટા કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ સ્વ આવક માટે આ નિર્માણની રજુઆત મૂકી હતી)
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ રોડ ઉપર કૃષ્ણ બળદેવજી હવેલી સામે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા નિર્મિત દુકાનોની હરાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાનાં લોકલાડીલા રાજકીય આગેવાન આઈ કે જાડેજા શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે તેમના દ્વારા ભવિષ્યનાં ધ્રાંગધ્રા માટે અનેક યાદગાર આયોજન કરવામાં આવ્યા હતા જેના મીઠાં ફળ આજે પણ ધ્રાંગધ્રાવાસીઓને મળી રહ્યા છે. ધ્રાંગધ્રા પાલિકા સ્વ આવક ઉભી કરે અને એ આવકnu ધ્રાંગધ્રા શહેરના વિકાસમાં યોગદાન મળતું રહે તેં પ્રકારની વ્યવસ્થા વિચારવામાં આવી હતી જે આ દુકાનોની હરાજી માં વેપારીઓ દ્વારા ઊંચી બોલી બોલાતા ફળીભૂત થવા આકાર પામી ચુકી છે. ધ્રાંગધ્રા શહેરમાં વેપાર ધંધા માટે હૃદય કહી શકાય એવી મોકાની જગ્યાએ દુકાનો માટે ડિપોઝીટ મુકાવી હરાજી ગોઠવવામાં આવી હતી જેમાં સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શિ રહે તેમજ ઉપલા અધિકારીઓ સુધી એનાં લાઈવ ડેટા ઉપર સુધી પહોંચે એવા આયોજન સાથે રાજ્ય સરકાર દ્વારા નિમેલ અધિકારી આ હરાજીમાં હાજર રહ્યા હતા. ધ્રાંગધ્રાનાં વેપારીઓએ જગ્યાનું મહત્વ સમજી ને નક્કી કરેલ કિંમત કરતા પણ ઊંચા ભાવ બોલી દુકાનમાં ધંધો કરવા ઉત્સુકતા બતાવી હતી. આ તકે ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા,કારોબારી ગાયત્રીબા રાણા, પ્રહલાદસિંહ પઢીયાર સહીત પાલિકાનો સ્ટાફ અને ધ્રાંગધ્રા શહેર ભાજપ સંગઠન ખાસ ઉપસ્થિત જોવા મળ્યું હતું.


