મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જીલ્લાના નાયબ બાગાયત નિયામક દ્વારા નડીયાદ તથા વસો તાલુકામાં પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીના લાભ અને પાકની ગુણવત્તા વિશે માહિતિ આપવામા આવી હતી.
આ પ્રસંગે બંને તાલુકાના આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધીશ્રીઓ દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવેલ હતી. તેમજ પ્રાકૃતિક ખેતીના લાભ અને તેના થકી પાકની ગુણવત્તામાં થતા વધારા, ગાય આધારિત ખેતી તેમજ ઓર્ગેનિક ખેતીની માહિતી આપવામાં આવી હતી
બાગાયત અધિકારી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી. તેમજ બાગાયતી પાકોમાં પણ પ્રાકૃતિક ખેતીના અવકાશ વિશે ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંદ PMFME ના DRP દ્વારા ગૃહ ઉધોગ અને ફુડ પ્રોસેસીંગ વિશે વિસ્તૃતમાં ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નડીયાદ તથા વસો તાલુકાના મદદનીશ ખેતી નિયામક, મદદનીશ બાગાયત નિયામક, બાગાયત અધિકારી, સરપંચ, વિસ્તરણ અધિકારી (ખેતી), આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધીથી PFMEના પ્રતિનિધી, પતંજલી ફુડ્સ લિ.(ઓઈલ પામ)ના પ્રતિનિધી, ગ્રામસેવક અને મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યાં હતાં.


