પીએમ મોદીના 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના
પીએમ મોદીની સિદ્ધિઓને વિસ્તૃત રીતે રજૂ કરતા પૂર્વ કેન્દ્રીય આરોગ્યમંત્રી
સુરત, 6 જૂન : વર્ષ 2014માં પીએમ મોદીના શાસનકાળના પ્રારંભથી લઈને વર્ષ 2023ના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે કામગીરી કરી છે. ત્યારે, દેશભરમાં આ ” 9 સાલ બેમિસાલ “ની કામગીરીને લોકો સમક્ષ પ્રસ્તુત કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને 6 જૂન-2023ને મંગળવારના રોજ સુરત શહેર ભાજપા કાર્યાલય પર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં, પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધન અને બિહારની દરભંગા વિધાનસભા પર 5 ટર્મથી વિજયી થઇ રહેલા ધારાસભ્ય શ્રી સંજય સરાઓગી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયાકર્મીઓને સંબોધન કર્યું હતું.
પત્રકાર પરિષદના પ્રારંભમાં પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધને મીડિયાકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી અસાધારણ પ્રતિભા ધરાવતા મહાન વિભૂતિ છે.આ પ્રકારની વિભૂતિનો જો વિચાર કરીએ તો મહાત્મા ગાંધી, સ્વામી વિવવેકાનંદની સાથે આપણા પીએમ મોદીની સરખામણી કરી શકાય. આજે તેઓ ફક્ત ભારત જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતાની ચરમસીમા સમાન ટોચનું સ્થાન ધરાવે છે.આ પ્રકારના પીએમ ક્યાંય જોવા નહીં મળે.આજે એનડીએ સરકારના 9 વર્ષ પૂર્ણ થયાની સમીક્ષા સમગ્ર દેશભરમાં થઇ રહી છે.પીએમ મોદી આજે 70 વર્ષની ઉંમરે પણ યુવાઓના રોલ મોડેલ છે.કોઈ પણ કાર્યમાં દેશ હિતની વાતને પીએમ મોદી હંમેશા પ્રાથમિકતા આપે છે.તેઓ હવામાંથી પણ રાષ્ટ્રને હિતને વાતને કેચ અપ કરી લે છે. વર્ષ 2014માં તેમણે જયારે સત્તાની ધુરા સાંભળી ત્યારે દેશના 12 હજાર ગામડાઓમાં ટોયલેટની સુવિધા ન હતી અને બહેનોએ સાંજ સુધી રાહ જોવી પડતી હતી. જયારે આજે 12 હજાર ગામડાઓમાં ટોયલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. દેશના 18 હજાર ગામડાઓમાં વીજળી ન હતી. આજે તે તમામ ગામડાઓમાં વીજળીની સુવિધા પુરી પાડવામાં આવી છે અને લોકોને અંધકારભર્યા જીવનમાંથી પ્રકાશ તરફ લઈ જવામાં આવ્યા છે.એક સમય હતો.એક સમય હતો કે આ દેશના ગરીબો પાસે કોઈ પણ બેંકમાં ખાતુ ઉપલબ્ધ ન હતું.પીએમ મોદીની દૂરંદેશી નીતિના કારણે આજે દેશભરમાં કરોડોની સંખ્યામ જન ધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે.જેના દ્વારા સરકારની વિવિધ સહાય દેશભરના ગરીબોના ખાતામાં જ સીધી જ જમા થાય છે. આજે યુપીઆઈ યોજના થકી દેશનો નાનામાં નાનો વ્યક્તિ પણ ડીજીટલી વહેવાર કરતો થયો છે અને જે બહુ મોટી સિદ્ધિ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારની યોજના બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તે એકમાત્ર ભારતમાં છે. સમગ્ર દેશના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદ સમાન એવી આયુષ્યમાન ભારત યોજના આજે સમગ્ર વિશ્વમાં અજોડ છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.બીજી તરફ ગરીબોને સસ્તા ભાવે તેમના આરોગ્યની જાળવણી માટે દવાઓ મળે રહે તે માટે પીએમ મોદીના માર્ગદર્શન તળે આજે સમગ્ર દેશમાં 10 હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો ઉપલબ્ધ થયા છે કે જ્યાં આજે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને 50થી લઈને 90 ટકા સુધીના રાહત દરે દવાઓ મળી રહી છે.
પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધને બેટી બચાવો- બેટી પઢાવો, ઉજવલ્લા સહિતની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉત્તર પૂર્વના રાજ્યોમાં પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ અંગે તેઓએ વિસ્તૃત માહિતી ઉપસ્થિત મીડિયાકર્મીઓને આપી હતી.
આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મંત્રી અને સુરત મહાનગર પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઇ ભીમનાથ, ધારાસભ્ય શ્રી પુર્ણેશભાઈ મોદી,, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી સંદીપભાઈ દેસાઈ તથા સુરત શહેર-જિલ્લા મીડિયા પ્રભારી શ્રી ભાવેશભાઈ ત્રિવેદી , સુરત શહેર મીડિયા કન્વીનર શ્રી શૈલેષભાઇ શુક્લ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ રસિક વેગડા
અમારો whatsapp નંબર. 9426555756




