Gujarat

બરોડા ડેરીના ડિરેક્ટર ક્રિપાલસિંહ  સહિત અનેક આગેવાનો  ભાજપમાં જોડાયા ગાંધીનગર ખાતે ભગવો ધારણ કર્યો 

બોડેલી સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લાનું મોટું સહકારી માથું ગણાય એવા બરોડા ડેરીના ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલ  કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાયા છે ગાંધીનગર ખાતે પ્રદિપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવીને ધારાસભ્ય અભેસિંગ તળવી એ ભાજપની ટોપી પહેરાવીને તેઓને આવકાર્યા હતા
બરોડા ડેરીના ડિરેકટર અને એપીએમસી સંખેડાના ડિરેકટર ક્રિપાલસિંહ મહારાઉલ તેમજ સરસીન્ડાના સરપંચ અર્જુનસિંહ રાઠોડ, દૂધ મંડળી મુલઘરના પ્રમુખ લાલકૃષ્ણ રાઠવા, દૂધ મંડળી સરસીન્ડાના પ્રમુખ પ્રમોદસિંહ , દૂધ મંડળી દેહરોલીના પ્રમુખ  પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 13 એપ્રિલે ચૂંટણી યોજવાની છે જે પૂર્વે બરોડા ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાતા અનેક અટકળો વહેતી થઈ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230410-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *