Gujarat

બોડેલીના કોસીન્દ્રા ગામના ગામજનો દ્વારા હાઇવે માં સંપાદિત જમીનના રિસર્વે કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું

બોડેલી તાલુકાના કોસીન્દ્રા ના ગ્રામજનો દ્વારા ગામમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 56 માટે સંપાદિત થતી જમીનનું  રિસર્વે કરાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નેશનલ હાઇવે નંબર 56 કોસિન્દ્રા ગામમાંથી પસાર થાય છે તે માટે સર્વે કરવામાં આવેલ હોય આ સર્વેની કામગીરીમાં સંપાદિત થતી જમીનોનું ખેતી અને બિનખેતી જમીનના માલિકોનો હક પ્રસાપિત થતો ન હોવાથી ફરીથી તેનું સર્વે કરાવવા તેમજ કોશીન્દ્રા ગામના ત્રણ રસ્તા ઉપર બ્રિજ બનાવવામાં આવનાર છે તે બનાવવાથી કોસીન્દ્રાનું બજાર તેમજ તેનો વેપાર પર અસર પડી શકે છે તેમજ આજુબાજુ આવેલ મકાનો નાશ થાય જેથી ગામનો વિકાસ અટકશે જેથી આ બાબતે પણ નિર્ણયને ફેરબદલ કરવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટરને કોસીન્દ્રાના ગ્રામજનોએ આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230411-WA0015-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *