Gujarat

મંત્રીશ્રીએ કલેકટરશ્રી બી.એ.શાહની ઉપસ્થિતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા

જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટરશ્રી
બી.એ.શાહની ઉપસ્થિતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગરના નવા
ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી, જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી, પ્રિ-
મોન્સુન કામગીરી કરવી, જે વિસ્તારોમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ
હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીશ્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જલ સે જલ યોજના હેઠળ કામગીરી, નાના થાવરીયા, મોડાગામ, વાગળિયા, ભાદરા, નાઘેડી, નવાનાગના ગામે
પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અંગે ચર્ચા, ઢીચડા અને વાવ બેરાજા ગામે પાણીનો નવો સંપ બનાવવો, વરણા-
જગા-મેડી જુથ યોજનાનું સ્ટેટસ, સચાણા ગામે વસાહતમાં વધારો થયો હોવાથી મોટો સંપ બનાવવા અંગે વિચારણા કરી યોગ્ય
આયોજન કરવા અંગે મંત્રીશ્રીએ સૂચનો કરી કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, પાણી પૂરવઠા વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અન્ય કર્મચારીશ્રીઓ
ઉપસ્થિત રહ્યા હતા.

-કચેરી-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *