મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહેમદાવાદ ઔડા (AUDA )નું વિકસતું નગર છે. શહેરમાં સિધ્ધીવિનાયક મંદિરના કારણે તેની ઓળખ બદલાઈ છે. અમદાવાદ સહિત દૂર દૂરના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે.
સિનિયર સિટીજન ફૉરમ- મહેમદવાદના સંસ્થાપક ડો.મહેશભાઇ પરીખ દ્વારા ૨૨૦૧૪થી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને AMTSના અધિકારીઓ અને પદાધિકારીઓને બસ સેવા મહેમદાવાદ સુધી લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમના સતત પ્રત્યતનો અને રજુઆત ધ્યાને લઈ તત્કાલિન ચેરમેન અજિતભાઇ ભાવસરે ૨૬/૦૯/૨૦૧૮થી મણિનગર થી. નેનપુર ચોકડી સુધી ૧૫/૩નો બસ રુટ શરૂ કરેલ હતો.
ચાલુ વર્ષે શ્રાવણના પવિત્ર માસ દરમિયાન અમદાવાદનાં શ્રધ્ધાળુઓ માટે જુદા જુદા ધાર્મિક સ્થળોની પ્રવાસની યાદીમાં સિધ્ધીવિનાયક મંદિરનો સમાવેશ કરાતા તેના પરિસર સુધી બસ આવી હતી. આમ છતાં બસને કાયમી ઘોરણે મહેમદાવાદ સુધી લંબાવેલ નથી. પરંતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિસેમ્બર ૨૦૨૨ના કાંકરિયા કાર્નિવલમાં સિનિયર સિટીજન ફોરમ દ્વારા સંચાલિત વેજનાથ લાફિંગ ક્લબના સભ્યોને નિમંત્રણ મળતા ડો. મહેશભાઇ પરીખના આગ્રહથી અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલે ૧૫/૩ ના રૂટની બસને ખાસ કિસ્સા તરીકે મહંમદાવાદ સુધી લાફિંગ ક્લબના સભ્યોને વિના મૂલ્યે લાવવા અને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ ૨૦૨૨ના વર્ષના અંત ભાગમાં પ્રથમ વાર મહેમદાવાદના આંગણે AMTS બસ આવી હતી. અને સેંકડો લોકો જોવા માટે આવ્યા હતા.
હવે નિયમિત રૂપે નેનપુર ચોકડી સુધી આવતી બસ મહેમદાવાદ નગર સુધી લંબાય તેની નગરજનો પ્રતિક્ષા કરી રહ્યા છે.


