Gujarat

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના” હેઠળ યોજાયેલ

રાણપુરની મોડલ સ્કુલની વિદ્યાર્થીની
 નિબંધ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ  નંબર આવતા કેન્દ્રીય મંત્રીએ સન્માન કર્યુ….
બોટાદ જિલ્લાની રાણપુર તાલુકાની કે.જી.બી.વી. ગર્લ્સ હોસ્ટેલમાં રહીને મોડેલ સ્કૂલ રાણપુરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર ચેતનાબેન ગોવિંદભાઈએ “મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના” હેઠળ યોજાયેલ તાલુકા કક્ષાની  નિબંધ સ્પર્ધામાં “રાષ્ટ્રીય ભાવના”વિષય પર પોતાનો નિબંધ લખેલ.જે નિબંધ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે પસંદ થતા ચેતનાબેનને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે 10,000 નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ શાળાનાં કાર્યકારી આચાર્ય  કે.એન. રાઠોડ, એન.બી.મારવાડી, ડી.એચ આખજા, એમ.જી.સંઘરીયાત, ડૉ. ડી. ડી.પરમાર, ડી. એસ. પરમાર, યુ. એ. મન્સૂરી,  તેમજ મુકેશભાઈ અણીયાળીયા તેમજ અનિતાબેન રાઠોડ વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.અને મોડલ સ્કુલ નું નામ રોશન કર્યુ હતુ….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230313-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *