ભરૂચ
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મ કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો.
દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દિઘર્દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય તે માટે સતત ચિંતા કરીને તે દિશામાં અનેક યોજના અમલમાં મુકી છે. આ ઉપરાંત ભગીરથ કાર્યને આગળ ધપાવવાના યજ્ઞમાં દેશમાં પ્રથમ વખત દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘરનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જે ખરેખર પ્રસંશનીય છે.
