Gujarat

રાજકીય નેતાઓ બોલવામાં પાવરધા હોય ને પોતાની સ્પીચ વડે ભાષણો કરીને મતદારોના હ્રદયમાં સ્થાન પામતા હોય

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

રાજકીય નેતાઓ બોલવામાં પાવરધા હોય ને પોતાની સ્પીચ વડે ભાષણો કરીને મતદારોના હ્રદયમાં સ્થાન પામતા હોય પણ રાજકારણમાં હિટ સાબિત થતા નેતાઓ ક્રિકેટ જોતા હોય પણ ક્રિકેટમાં ક્યારેય બેટ બોલ વડે કૌવત બતાવે તેવું જોવા મળ્યું સાવરકુંડલા ખાતે ચાલતી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં. સાવરકુંડલાના કે.કે.હાઇસ્કૂલના મેદાનમાં રમાતી એકતા ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટમાં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ઇફકો ના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય મહેશ કસવાળાએ ટીવી ડીબેટો માં વિપક્ષોની બોલતી બંધ કરતા આપણે જોયા છે પણ ક્રિકેટના ગ્રાઉન્ડમાં બેટ અને બોલ વડે ભાજપના નેતાઓએ ક્રિકેટરોને અચંબિત કરી દીધા તેવા ચોક્કા, છક્કા ફટકાર્યા હતા. સાવરકુંડલા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય મહેશ કસવાળા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા સાથે માનવ મંદિરના સંત શિરોમણી ભક્તિરામબાપુ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સહિતના મહાનુભાવોએ બોલિંગ બેટીંગમાં હાથ અજમાવ્યો હતો ને રાજકારણમાં સફળ થયેલા નેતાઓએ ક્રિકેટના મેદાનમાં પણ પાવરધા સાબિત થયેલા જોવા મળ્યા હતા. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ બેટિંગ ચોક્કા મારીને સાથે બોલિંગમાં પણ બોલને ગૂગલી કર્યા હતા ને માનવ મંદિરના સંત ભક્તિરામબાપુને બીટ કર્યા હતા તો સહકાર ક્ષેત્રમાં દેશભરમાં  સર્વોચ્ય શિખરે બિરાજમાન ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ચાર ચોક્કા ફટકાર્યા હતા ને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સામે બોલિંગ કરીને દિગ્ગજ નેતાના બોલને સુંદર રીતે ડિફેન્સ કરીને કસવાળાએ સન્માન આપ્યું હતું ત્યારે ટીવી ડીબેટોમાં ખેડૂતો માટે અવાજ ઊઠવતા ખેડૂત નેતા પાવડો હળ હાંકે પણ ક્રિકેટના મેદાનમાં બેટ વડે પણ બાઉન્ડ્રિ ફટકારતાં કસવાળાએ ક્રિકેટ પ્રેમીઓમાં દિલ જીત્યા હતા અમર ડેરીના ચેરમેન અને માલધારીઓના હિતમાં હિતેચ્છુ નિર્ણય લેતા અશ્વિનભાઈ સાવલીયા આફ્રિકાના જૉન્ટી રોડ્સની માફક ફિલ્ડિંગ કરતા નજરે પડ્યા હતા. સામાન્ય રીતે નેતાઓ ચૂંટણીના રણસંગ્રામમાં વિપક્ષોની હવા કાઢે તેવા ભાષણો કરતા સાંભળ્યા હોય પણ ક્રિકેટના મેદાનમાં પણ પાવરધા સાબિત થયેલા રાજકીય મહાનુભાવોએ ક્રિકેટમાં પણ બો બેટ વડે પણ કૌવત સાબિત કરી બતાવ્યું હતું ત્યારે મહામંત્રી વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા, પાલિકા ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, કિશોરભાઈ બુહા, ધર્મેન્દ્રભાઈ મહેતા, કમલેશભાઈ રાનેરા, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જાહિદભાઈ જાદવ, ઓસાભાઇ પઠાણ, ઇકબાલભાઈ ગોરી, અલીભાઈ ઝાંખરા, વરુણ કુંભાણી, ઘનશ્યામભાઈ ડોબરીયા, દેવચંદ ભાઈ કપોપરા, કરશનભાઈ ડોબરીયા, સાથે ટીવી 9 ના મશહૂર રિપોર્ટર એંકર મહેન્દ્ર બગડાએ રાજકારણમાં સફળ થયેલા નેતાઓ સામે ચુસ્ત બોલિંગ કરીને નેતાઓને બીટ કરવામાં સફળ થયેલા હતા. નૂતન કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી જયંતિભાઈ વાટલીયા એ આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે સંત ભક્તિરામબાપુ અને કેન્દ્રીય મંત્રી રૂપાલા તેમજ દિલીપભાઈ સંઘાણીના આગ્રહથી ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું બાદ મેચમાં ચોક્કા છક્કા ની રમજટ બોલી હતી સમગ્ર ક્રિકેટ મેચનું આયોજન સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ અને સાવરકુંડલા નગરપાલિકાના એકમાત્ર મુસ્લિમ પૂર્વ પ્રમુખ યુનુસભાઈ મલેક, એડવોકેટ નૌશાદ કાદરી, ફઝલબાપુ, કાદરી, હરિભાઈ વીંછીયા, વિશાલ પંડ્યા, મહેબૂબ કાદરી, ઈરફાન કુરેશી, મોહસીન ગોરી, અકીલ મકવાણા,  મલ્લીક, ટીમો, શકીલ સહિતના યુવા ક્રિકેટરો દ્વારા કોમી એકતાની ભાવનાઓ અને ક્રિકેટના ફિવરમાં નેતાઓને ક્રિકેટના મેદાનમાં ઉતારવા ઇલેક્ટ્રોનિક મીડિયાના ફારુક કાદરી ચાવી રૂપ ભૂમિકામાં રહ્યા હતા આખો દિવસ જિલ્લાના પ્રવાસમાં થાક્યા પાક્યા ભાજપના નેતાઓએ ફારુક કાદરીના આમંત્રણને વધાવીને ઉદ્ઘાટન કરવા પહોંચેલા નેતાઓએ મેદાનમાં રનનો વરસાદ વરસાવ્યો હતો.

IMG-20230527-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *