રાજકોટ શહેર ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી.બાલાજી મંદિર ખાતેથી શુભારંભ.
રાજકોટ શહેર તા.૨૨/૪/૨૦૨૩ ના રોજ સમગ્ર રાજ્યમાં આજથી અમલી બનાવાયેલા ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત પૌરાણિક શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવતાં પહેલાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ શ્રી બાલાજી મંદિર ખાતે ભગવાન કષ્ટભંજન દેવના દર્શન કરી આરતીમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ ભગવાનશ્રી બાલાજી સમક્ષ રાજયના પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ નું સંતો અને મહંતોએ શાલ, ફુલહાર તેમજ બાલાજી હનુમાનની મૂર્તિ સાથે સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટ શહેરના વિવિધ વોર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’ નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મહાનુભાવો સાથે સફાઇ કાર્યની શરૂઆત કર્યા બાદ સફાઇ કામદારો સાથે સંવાદ કર્યો હતો. અને સ્વચ્છતા અભિયાનમાં તેમના સહયોગને બિરદાવ્યો હતો. રાજયભરના નાગરિકોની આસ્થાના વાહક સમા પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે, જેમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી કમલેશ મીરાણી, રાજુ ધ્રુવ, જીતુ કોઠારી, મંદિરના મહંતશ્રી વિવેકસાગર સ્વામી અને રાધારમણ સ્વામી સહિતના સંતો મહંતો, કલેક્ટર પ્રભવ જોશી, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુ.કમિશનર આનંદકુમાર પટેલ, નગરસેવકો, મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.




