રાજકોટ શહેરની પંડિત દીનદયાલ ઉપાધ્યાય(સિવિલ) હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ એમ.આર.આઈ. મશીનનું ઉદઘાટન કરાયું.
રાજકોટ શહેર તા.૨૨/૪/૨૦૨૨ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે અખાત્રીજના શુભ દિવસે રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય (સિવિલ) હોસ્પિટલમાં MRI (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ) મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેનો સિવિલ હોસ્પિટલમાં આવતા જરૂરતમંદ દર્દીઓ લાભ લઇ શકશે. મુખ્યમંત્રીને સિવિલ હોસ્પિટલ ખાતે અધિક્ષક ડૉ.આર.એસ.ત્રિવેદી તથા ડો.અંજના ત્રિવેદી, તેમજ સિવિલના સ્ટાફે પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા રૂ.૯.૩૪ કરોડના ખર્ચે મે.સિમેન્સ ઈન્ડિયા પ્રા.લિ.નું લેટેસ્ટ ટેકનોલોજીવાળું ૧.૫ ટેસ્લા MRI મશીન રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જેના કારણે દર્દીઓને મગજ તથા શરીરના અન્ય ભાગોના ફોટા પાડવામાં મદદ મળશે, અને દર્દીઓની તકલીફોનું નિદાન તથા સારવાર સરળતાથી થઈ શકશે. આ તકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદો સર્વશ્રી મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, દર્શિતાબહેન શાહ, મેયર પ્રદીપભાઈ ડવ, રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદકુમાર પટેલ, ડી.સી.પી સુધીર દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર, અધિકારી સંદીપ વર્મા, અગ્રણીઓ ભરત બોઘરા, કમલેશ મિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.




