Gujarat

લીલીયા તાલુકાના કુતાણા ગામે તાલુકા કક્ષા ના પશુપાલન શિબિરનું આયોજન કરાયું

લીલીયા તાલુકાના કુતાણા ગામ ખાતે પશુ દવાખાના લીલીયા જિલ્લા પંચાયત અમરેલી તથા પશુપાલન ખાતું ગાંધીનગર દ્વારા તાલુકા કક્ષા ના પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં પશુપાલન શિબિરમાં પશુપાલન પશુ સંવર્ધન તથા કૃત્રિમ બીજદાન પ્રાકૃતિક ખેતી સાથે ગાય આધારિત ખેતી પશુપાલન જેવા મુદ્દાઓ વિશેનું માર્ગદર્શન ડો બી. ડી સાહેબ ડો.એન કે સાવલિયા ડોક્ટર જે.એન.ઠુંમર મદદનીશ પશુપાલન નિયામકશ્રી અમરેલી તથા ભરતભાઈ નારોલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ આ શિબિરનું આયોજન ડોક્ટર એન બી પડયા પશુ ચિકિત્સા અધિકારી તથા સરપંચ ગૌતમભાઈ વિછીયા દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માં આવેલ આ તકે અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી જીગ્નેશ સાવજ રાશિભાઈ ડેર ઘનશ્યામભાઈ મેઘાણી ભરતભાઈ ઠુંમર સહિતના આગેવાનો તેમજ કુતાણાના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230312-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *