Gujarat

સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલના NSS યુનિટની ગ્રામ શિબિરનો અનારા ખાતે રંગારંગ પ્રારંભ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ  આયોજીત સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો ઉદ્ઘાટન સમારંભ કઠલાલ તાલુકાના અનારા ગામ ખાતે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનીઉપસ્થિતિમાં યોજાયો. અનારા શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રસિંહ ચૌહાણ, અનારા ગ્રામ પંચાયતના સરપંચ શિલ્પાબેન નીલમભાઈ શાહ, અનારા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય મનીષભાઈ પ્રજાપતિ, લઘુમતી મોરચાના પ્રમુખ સોહેબભાઈ મલિક, કોલેજના આચાર્યશ્રી ડો. અમિતકુમાર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
 ધારાસભ્યએ વિદ્યાર્થીઓમાં તેમજ દેશના યુવાનોમાં રાષ્ટ્ર સેવાની ભાવના વિકસે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.  કાર્યક્રમનું સમગ્ર આયોજન તેમજ આભારવિધિ NSS પ્રોગ્રામ ઓફિસરશ્રી પ્રા. પરેશ પટેલ દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. વૈભવ બરોડિયા એ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *