સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ સનરાઈઝ સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ખુમાણ દ્વારા તેમને પ્રાપ્ત થયેલ એક તૈલી ચિત્રની ફોટોકોપી જોગીદાસબાપુ ખુમાણનુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાતાં સમગ્ર કાઠી દરબાર સમાજનો આ અંગે અભિપ્રાય માંગ્યો છે. વાત એમ છે કે પ્રતાપભાઈ ખુમાણને હાલ મદ્રાસ (ચેન્નાઈ) રહેતાં એક બ્રાહ્મણ પરિવાર કે જેના વડદાદા ગાયકવાડ સ્ટેટમાં ફોટોગ્રાફર અને પેઇન્ટર તરીકે વર્ષો સુધી કામ કરતાં. આ બ્રાહ્મણ પરિવાર પાસે જૂના તૈલી ચિત્રો અત્યંત જર્જરીત હાલતમાં હતાં અને હવે ઉધ્ધઈને કારણે રાખી શકાય તેમ ન હતાં જેથી તે પરિવારે તેનો નિકાલ કરવાનું નકકી કર્યું આ ફોટાઓમાં ઘણાં સૌરાષ્ટ્રના બહારવટિયા outlaw robber thief bandit જેવાં ટાઈટલ સાથે માંડ માંડ આછેરો અણસાર આવે તેવી હાલતમાં હતાં. અમુકમાં નામના માત્ર એકાદ બે અક્ષર ઉકલે. જેમાંથી એક ફોટો જોગીદાસબાપુ ખુમાણનો હોવાનું અને પેઇન્ટ કરેલો પણ એકદમ રદ્દી હાલતમાં જોયો. પરંતુ કાગળને ઉધ્ધઈ એટલી હદે લાગી હતી તેને હાથમાં લઈએ તો જીણી કટકી થઈ જાય. પછી આ ચિત્રનો ફોટો ખેંચી કૉમ્પ્યુટરમાં થોડું પેઇન્ટ કરીને બનાવ્યો અને તે પેઇન્ટ કરેલો ફોટો તે પરિવારે સાવરકુંડલાના પત્રકાર અને સનરાઈઝ સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ખુમાણને મોકલ્યો. જો કે પૂ. જોગીદાસબાપુ ખુમાણનુ આ તૈલી ચિત્ર હોવાનું પ્રતાપભાઈ ખુમાણ દાવો નથી કરતાં પરંતુ અત્યાર સુધી જે ચિત્રને આપણે પૂજતા આવ્યા છીએ જે હકીકતમાં તો ગુજરાતી ફિલ્મમાં અભિનેતાએ કરેલ બાપુ ના રોલ ભજવેલ તે છે. એ સ્પષ્ટ દેખાય છે એમ પ્રતાપભાઈ ખુમાણનું અંગત માનવું છે. ત્યારે હાલ અત્યારે પ્રતાપભાઈ ખુમાણને મળેલ ચિત્ર એકપણ એક્ટરને મળતું આવતું નથી. માટે જ તમામ કાઠી દરબાર સમાજ સમક્ષ આ ચિત્ર પોતે રજૂ કર્યું છે અને તમામનો આ અંગે અભિપ્રાય પણ માગ્યો છે. આમ તો આ એક ગૌરવવંતા ઇતિહાસનું તથ્ય ગણીએ તો તમામે પોતાના મંતવ્યો જણાવવા શ્રી પ્રતાપભાઈ ખુમાણે વિનંતી કરી છે.


