જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પહોંચેલા કેશોદના પર્યાવરણ પ્રેમી ગોરધનભાઈ જમનાદાસભાઈ વાછાણીએ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અને જનપ્રશ્નોને વાંચા આપતા સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવા માટે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા છે.
ગોરધનભાઈ વાછાણી કહે છે કે, આજે જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સાર્વજનિક પ્લોટમાં વૃક્ષ ઉછેર બાબતનો પ્રશ્ન રજૂ કર્યો હતો. તે સંદર્ભે કલેક્ટરશ્રીએ હકારાત્મક પ્રત્યુતર પાઠવ્યો હતો અને વૃક્ષોના જતન-ઉછેર માટેની ખેવનાને અને બિરદાવી હતી. કલેક્ટરશ્રીએ વૃક્ષોના ઉછેર માટે ખાતર વગેરેની જરૂરી મદદ માટે પણ તૈયારી દર્શાવી હતી. તેમ જણાવતા તેમણે સ્વાગત કાર્યક્રમને લોકોના પ્રશ્નોને વાંચા આપવાનો સશક્ત માધ્યમ ગણાવ્યું હતું. ઉપરાંત તેમણે સ્વાગત કાર્યક્રમમાં એક યાદગાર અને સુખદ અનુભવ રહ્યો હોવાનું જણાવ્યું હતું. અંતમાં તેમણે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસીયા અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમના સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે હાલ સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં જુદા-જુદા સ્તરે સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જનપ્રશ્નોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.


