Maharashtra

ઉર્ફી જાવેદે ટોપલેસ થઇને કર્યું એવું કે..થઇ ટ્રોલર્સની શિકાર

મુંબઈ
પોતાના અતરંગી આઉટફિટ માટે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ ફરી એકવાર કેટલાંક એવા કારણોથી તહેલકો મચાવી રહી છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર અવારનવાર હટકે ડ્રેસીસ પહેરીને ફોટોશૂટ કરાવતી રહે છે. તેવામાં આ વખતે ઉર્ફીએ ટોપલેસ થઇને પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાને આ વીડિયોમાં એક પ્રોપની મદદથી ઢાંકી છે. ઉર્ફી જાવેદે પોતાના આ વીડિયોમાં પેન્ટ સાથે પણ એક એક્સપિરીમેન્ટ કર્યો છે, જેના કારણે એક્ટ્રેસ ટ્રોલ્સના નિશાને આવી ગઇ છે. ઉર્ફીએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી ટોપલેસ જાેવા મળી રહી છે. એક્ટ્રેસ આ ઇન્સ્ટા રીલની શરૂઆતમાં બેર બેક ફ્લોન્ટ કરતા જાેવા મળે છે. તે બાદ તે જ્યારે કેમેરા સામે ફેસ કરે છે તો તે પોતાને કોઇ પ્રોપથી કવર કરતાં જાેવા મળી રહી છે. આ ટોપલેસ લુક સાથે ઉર્ફીએ ઓફ વ્હાઇટ કલરનું ટ્રાઉઝર પહેર્યુ છે. તેણે જે રીતે આ ટ્રાઉઝરને સ્ટાઇલ કર્યુ છે, તેના કારણે તે ઇન્ટરનેટ પર ખૂબ ટ્રોલ થઇ રહી છે. અહીં જુઓ ઉર્ફીનો વાયરલ થઇ રહેલો આ વીડિયો… આ વીડિયોમાં ઉર્ફીએ પોતાના પેન્ટની ઝિપ ખુલ્લી રાખી છે અને કોન્ફિડેન્સ સાથે પોતાનું ફોટોશૂટ કરાવી રહી છે. એક્ટ્રેસના આ લુક પર નિશાન સાધતા એક યુઝરે લખ્યું, પૈસા કમાવાની આ રીત સારી નથી. અન્ય એક યુઝરે લખ્યું, આ લુક કોઇ એન્ગલથી ફેશનેબલ લાગી રહ્યો છે?. ઘણા લોકો ઉર્ફીને સલાહ આપતા જાેવા મળી રહ્યાં છે કે, તેમને હટકે ડ્રેસીસ પહેરવા જાેઇએ પરંતુ આ પ્રકારના ફોટોશૂટ ન કરાવવા જાેઇએ. એક તરફ ઉર્ફીને નેગેટિવ કોમેન્ટ્‌સ મળી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ઉર્ફીના સપોર્ટર્સની પણ કમી નથી.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *