Maharashtra

ફેન્ચાઇઝીએ આ પ્લેયરો પર કરોડો લૂંટાવ્યા પણ એક મેચ રમવા ન મળી

મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બેબી એબી તરીકે ઓળખાતા દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત બેટ્‌સમેન ડેવાલ્ડ બ્રાવિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઈપીએલની ૧૫મી સિઝનમાં બ્રુઈસે કેટલીક મેચોમાં સારી બેટિંગ કરી હતી પરંતુ તેને ૧૬મી સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. બ્રુઈસની આઈપીએલ સેલરી ૩ કરોડ છે. જમણા હાથના બેટ્‌સમેને ગત સિઝનમાં ૭ મેચમાં ૧૪૨.૪૮ના સ્ટ્રાઈક રેટથી ૧૬૧ રન બનાવ્યા હતા. અંડર-૧૯ વર્લ્ડ કપની શોધ ઝડપી બોલર શિવમ માવીને ગુજરાત ટાઇટન્સે ૬ કરોડમાં જાેડ્યો હતો. શિવમ ઈજાના કારણે ગત સિઝનમાં ટીમની અંદર અને બહાર થતો રહ્યો પરંતુ આ સિઝનમાં તેને એક પણ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. માવીએ ૈંઁન્ ૨૦૨૨માં ૬ મેચ રમી હતી જેમાં તેણે ૫ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના અનુભવી વિકેટકીપર બેટ્‌સમેન મેથ્યુ વેડનો ગુજરાત ટાઇટન્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત આઈપીએલની ફાઇનલમાં પહોંચી ગયું છે પરંતુ વેડ એક મેચ રમવા માટે ઉત્સુક છે. વેડને ગુજરાતે ૨.૪ કરોડમાં ખરીદ્યો હતો. વેડે ૈંઁન્ની ૧૫મી આવૃત્તિમાં ગુજરાત માટે ૧૦ મેચમાં ૧૫૭ રન બનાવ્યા હતા. આર સાઈ કિશોરને ગુજરાત ટાઇટન્સે હરાજીમાં ૩ કરોડમાં ખરીદ્યો હતો. આ ખેલાડીને ૈંઁન્ ૨૦૨૩માં એક પણ મેચ રમવાની તક મળી નથી. સાઈ કિશોરે ગયા વર્ષે આઈપીએલમાં ૫ મેચ રમી હતી જેમાં તેણે ૬ વિકેટ ઝડપી હતી. વિસ્ફોટક ઓપનર ફિન એલન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૮૦ લાખમાં જાેડાયો હતો. એલનને આઈપીએલની વર્તમાન સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. એલન હજુ પણ ૈંઁન્માં તેના ડેબ્યૂની રાહ જાેઈ રહ્યો છે. ગત સિઝનમાં આ કિવી વિકેટ કીપર બેટ્‌સમેન આરસીબી સાથે હતો પરંતુ તે પછી પણ તે એકપણ મેચ રમ્યા વિના ઘરે પરત ફર્યો હતો.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *