National

આઝમગઢના આલમપુરમાં દુલ્હનને ગાડીમાંથી ઉતારી વરરાજાે જતો રહ્યો

આઝમગઢ
લગ્ન પ્રસંગોમાં મોટા ભાગે એવું માનવામાં આવે છે કે, જાે વરરાજાે દુલ્હનને પોતાની સાથે સુખરુપ સાથે લઈ જાય તો વિવાહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયાં ગણાય. જાે કે, આજના જમાનામાં કંઈ કહેવાય નહીં. ઉત્તર પ્રદેશમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આપ પણ માથુ પકડી લેશો. અહીં વરરાજાે પોતાની દુલ્હનને અધવચ્ચેથી ઉતારીને પાછો પિયરે લઈ આવ્યો હતો. સાંભળવામાં અજીબ લાગતી આ ઘટના સાંભળી લોકો નવાઈ પામ્યા હતા કે વરરાજાે એ વાતથી નારાજ હતો કે, તેને લગ્નમાં સોનાની વીંટી અને ચેન આપવામાં આવ્યો નહોતો. તેથી દુલ્હનને પોતાના ઘરે લઈ જવાની જગ્યાએ અધવચ્ચેથી રસ્તામાં પાછી લઈ આવ્યો. આ પહેલા તો દુલ્હનને કહાની સામે આવી હતી, જે લગ્નના ૧૦ મીનિટ પહેલા ભાગી ગઈ અને હવે આ વરરાજાે જે લગ્ન કર્યા બાદ પોતાની દુલ્હનને પાછી મોકલી દીધી.આ કિસ્સો આઝમગઢના આલમપુર ગામનો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, જાન્યા આવ્યા બાદ કાર્યક્રમ બરાબર ચાલતો હતો. પુરી વિધિવિધાન અને ધૂમધામ સાથે વિહાન સંપન્ન થયા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ વરરાજાે સોનાની વીંટી અને ચેન નહીં મળતા નારાજ હતો અને ગાડીમાં બેઠો રહ્યો હતો. ઘરવાળાઓએ દુલ્હનને તૈયાર કરીને સાસરિયે જવા માટે વિદાઈ કરી. ગુસ્સે થયેલા વરરાજાએ અડધા રસ્તેથી ફોન કરીને વીંટી અને ચેન ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી અને દુલ્હનને પાછી મોકલી દીધી હતી.વરરાજાએ ફક્ત ધમકી ન આપી, પણ તેણે અડધા રસ્તેથી દુલ્હનને પાછી મોકલી દીધી. સાસરિયાવાળાઓએ આટલો મોટો ઝઘડો થતાં દુલ્હનને ખુદ જવાની ના પાડી દીધી. આટલો હોબાળો થયા બાદ છોકરી પક્ષના લોકોએ લગ્નનો ખર્ચ પાછો માગ્યો હતો, તેથી મામલો પોલીસ સુધી પહોંચી ગયો. જાે કે બાદમાં પંચાયતની એન્ટ્રી થઈ અને સમાધાન થયું અને સંબંધ પુરો કર્યો. લેતીદેતી થઈ અને સામાન સહિત વર પક્ષ તરફથી કન્યા પક્ષને ૨ લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *