National

મલેશિયાએ $ 4 મિલિયનની બાકી ચૂકવણી ન કરવા બદલ પાકિસ્તાનનું બોઈંગ ૭૭૭ પેસેન્જર જેટ જપ્ત કર્યુ

પાકિસ્તાન
પાકિસ્તાનની પરિસ્થિતિ વિશ્વમાં જાણીતી બની ગઈ છે. વાસ્તવમાં, પોતાના ઈસ્લામિક મિત્ર કહેવાતા મલેશિયાએ ફરી એક વખત પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના બોઈંગ ૭૭૭ પેસેન્જર જેટને બાકી ચૂકવણી ન કરવા બદલ જપ્ત કરી લીધું છે. બંને દેશો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે, આ પછી પણ મલેશિયા પાકિસ્તાનના મોઢા પર જાેરદાર થપ્પડ મારે છે. એક રિપોર્ટ અનુસાર બોઈંગ ૭૭૭ એરક્રાફ્ટ ઁૈંછ દ્વારા મલેશિયા સાથે લીઝ એરેન્જમેન્ટ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. પેસેન્જર જેટને ઇં૪ મિલિયનની બાકી ચૂકવણી ન કરવા બદલ કથિત રીતે જપ્ત કરવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું છે કે મલેશિયાએ કુઆલાલંપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું છે.બોઇંગ ૭૭૭ ઁૈંછ દ્વારા મલેશિયા પાસેથી લીઝ પર હસ્તગત કરવામાં આવ્યું હતું. મ્સ્ૐ રજિસ્ટ્રેશન નંબર ધરાવતું વિમાન કુઆલાલંપુર એરપોર્ટ પર બીજી વખત બાકી રકમની ચૂકવણી ન કરવા બદલ જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવાનો ર્નિણય સ્થાનિક કોર્ટ તરફથી બાકી રકમની ચુકવણી અંગેનો આદેશ મળ્યા બાદ લેવામાં આવ્યો છે.અગાઉ, મલેશિયાએ આ જ મુદ્દે વર્ષ ૨૦૨૧માં કુઆલાલંપુર એરપોર્ટ પર ઁૈંછનું વિમાન જપ્ત કર્યું હતું. બાદમાં બાકી રકમની ચૂકવણીની રાજદ્વારી ખાતરી પર વિમાનને છોડવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલ ઁૈંછ એરક્રાફ્ટને ૨૭ જાન્યુઆરીએ ૧૭૩ મુસાફરો અને ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાન પરત લાવવામાં આવ્યું હતું.છેલ્લા બે વર્ષમાં બે વખત એરક્રાફ્ટ જપ્ત થવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ માટે પડકારો સર્જાયા છે. લીઝનો મુદ્દો તેમને કાંટાની જેમ ડંખે છે કારણ કે કામગીરી વારંવાર પ્રભાવિત થઈ રહી છે. એરલાઈનની નાણાકીય સ્થિરતા ડગમગી રહી છે. પીઆઈએના અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદ ઉકેલવા માટે લેવામાં આવનાર પગલાં અંગે કોઈ ટિપ્પણી કરી નથી.પાકિસ્તાન આ સમયે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકોને પેટ ભરવા માટે રોટલી પણ મળતી નથી. મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. લોકો લોટ માટે કતારમાં ઉભા છે અને ગૂંગળામણને કારણે મરી રહ્યા છે. સ્થિતિ સરકારના હાથમાંથી બહાર જઈ રહી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *