મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શનિવારે તેમના જન્મ દિવસના અવસરે સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર માં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાની દિનચર્યા નો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ સૌ ના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી વાંછના આ વેળાએ કરી હતી.


