National

ભારતે આયરલેન્ડ સામે સતત ત્રીજી ટી ૨૦ સીરીઝ જીતી, ૩૩ રનથી મેચ જીતી

માલાહાઈડ
જસપ્રિત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આયરલેન્ડ વિરુદ્ધ ટી ૨૦ સીરીઝ પર કબ્જાે કરી લીધો છે. આયરલેન્ડના માલાહાઈડમાં રવિવારે ૨૦ ઓગસ્ટના રોજ રમાયેલ સીરીઝની બીજી મેચમાં ટીમ ઈંડિયાએ આયરલેન્ડને ૩૩ રનોથી હરાવી દીધું અને ત્રણ મેચની સીરીઝમાં ૨-૦ની લીડ પ્રાપ્ત કરી લીધી છે. ભારતીય ટીમે પહેલા બેટીંગ કરતા ઋતુરાજ ગાયકવાડના અર્ધશતકના દમ પર ૧૮૫ રન બનાવ્યા હતા. જે બાદ પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ આયરલેન્ડને ૧૫૨ રન સુધી રોકવામાં મદદ કરી. તેની સાથે જસપ્રીત બુમરાહ ટી૨૦ સીરીઝ જીતનારા પહેલા ભારતીય બોલર કપ્તાન બની ગયો છે. ભારત તરફથી આપવામાં આવેલ ૧૮૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ પર ૧૫૨ રન જ બનાવી શકી. મેજબાન ટીમ તરફથી ઓપનર એંડ્ર્યૂ બાલબિર્નીથી સૌથી વધારે ૭૨ રન બનાવ્યા. ભારત તરફથી બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ બે-બેવિકેટ લીધઈ. વિરાટની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ આયરલેન્ડમાં ૨૦૧૮માં ૨-૦થી ટી ૨૦ સીરીઝ જીતી હતી. જ્યારે ૨૦૨૨માં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ભારતીય ટીમે આયરલેન્ડ વિરુદ્ધ ૨-૦થી ટી ૨૦ સીરીઝમાં બાજી મારી હતી. હવે જસપ્રીત બુમરાહે ટી ૨૦માં પહેલી વાર કપ્તાની કરતા સીરીઝ પોતાના નામે કરી છે. આ અગાઉ ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સૈનસન અને રિંકૂ સિંહની આક્રમક ઈનિંગ્સના દમ પર ભારતે ૫ વિકેટ પર ૧૮૫ રન બનાવ્યા. ગાયકવાડે ૪૩ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૮ રન બનાવ્યા, જ્યારે સંજૂ સૈમસને ૨૬ બોલમા ૪૦ રનનું યોગદાન આપ્યું, જેમાં ૫ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. આઈપીએલ સ્ટાર રિંકૂ સિંહે ૨૧ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની સાથે ૩૮ રન બનાવ્યા હતા. ભારતીય ઈનિંગ્સની શરુઆત ખૂબ જ આક્રમક રહી, જ્યારે સલામી બેટ્‌સમેન યશસ્વી જાયસવાલે જાેશ લિટિલના બોલ પર બે ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. જાયસવાલે ૧૧ બોલમાં ૧૮ રન બનાવ્યા. જાયસવાલની આક્રમક શરુઆતને મોટી ઈનિંગ્સમાં બદલી શક્યા નહીં અને ક્રેગ યંગે તેમને ડીપમાં કુર્ટિસ કેમ્ફરના હાથમાં આપ્યો. તિલક વર્મા સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યો અને બેરી મૈકાર્થીાન બોલ પર સીમારેકા પાસે જાેર્જ ડોકરેલને કેચ આપી બેઠો.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *