ટેલિગ્રામના ઝ્રઈર્ં પાવેલ દુરોવની મુસીબતો ઓછી થતી દેખાઈ રહી નથી, તેમ છતાં તેમને ફ્રાન્સમાં જામીન મળી ગયા છે, પરંતુ હાલમાં તેમણે ફ્રાન્સમાં રહીને તપાસનો સામનો કરવો પડશે, તો બીજી તરફ તેમની કંપનીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ કોરિયાની પોલીસે ટેલિગ્રામ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. યોનહાપ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ કોરિયાની પોલીસ જાતીય શોષણ સંબંધિત ડીપફેક સામગ્રીના વિતરણમાં ટેલિગ્રામ સામેલ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
એજન્સીએ નેશનલ ઓફિસ ઓફ ઈન્વેસ્ટિગેશનના વડાને ટાંકીને આ માહિતી આપી છે, જાેકે સાયબર ક્રાઈમના મામલાની તપાસ કરી રહેલી એજન્સીએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, દક્ષિણ કોરિયાની મહિલાઓની ડીપફેક પોર્નોગ્રાફી સંબંધિત વાંધાજનક સામગ્રી ટેલિગ્રામ ચેટરૂમ્સમાં ઘણી વખત જાેવામાં આવી હતી, જેના પછી જનતા અને રાજકીય પક્ષોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આ કારણોસર, દક્ષિણ કોરિયાની પોલીસે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેલિગ્રામ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. અમેરિકાના સિક્યોરિટી હીરોએ વર્ષ ૨૦૨૩માં ડીપફેકને લઈને વૈશ્વિક રિપોર્ટ જાહેર કર્યો હતો, આ રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયાના લોકોને ડીપફેક પોર્નોગ્રાફી માટે સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યા છે. ડીપફેક પોર્નોગ્રાફીમાં નિશાન બનાવવામાં આવેલા લગભગ ૫૩ ટકા લોકોમાં સિંગર અને એક્ટર્સ જેવી સાઉથ કોરિયન સેલિબ્રિટીનો સમાવેશ થાય છે.
સાઉથ કોરિયન પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આ વર્ષે અત્યાર સુધીમાં ૨૯૭ ડીપ ફેક સેક્સ ક્રાઈમના કેસ મળ્યા છે, જ્યારે વર્ષ ૨૦૨૧માં આ કેસોની સંખ્યા ૧૫૧ હતી. આશ્ચર્યની વાત એ છે કે આવા કેસમાં પીડિત અને ગુનેગારો ટીનેજર્સ (સગીરો) હોય છે.
મળતી માહિતી મુજબ, દક્ષિણ કોરિયાએ ટેલિગ્રામને આ મામલે વધુ સક્રિય રીતે સહકાર આપવા કહ્યું છે. જેથી આવી સામગ્રીને દૂર કરીને રોકી શકાય. આ ઉપરાંત દક્ષિણ કોરિયાના મીડિયા રેગ્યુલેટરે પણ ફ્રાન્સના અધિકારીઓને આ મામલે સતત સહકાર આપવા જણાવ્યું છે, જેથી ટેલિગ્રામ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય અને સીધો સંચાર થઈ શકે. આ સિવાય દક્ષિણ કોરિયાની સરકારે કહ્યું છે કે શુક્રવારે તે તેની વિરુદ્ધ કડક કાયદો લાવવાનો પ્રયાસ કરશે, જેના દ્વારા આવી સામગ્રી ખરીદવા અને જાેવાને ગુનાહિત શ્રેણીમાં લાવવામાં આવશે.
ટેલિગ્રામના ઝ્રઈર્ં પાવેલ દુરોવની ૨૪ ઓગસ્ટના રોજ પેરિસ એરપોર્ટ પર ટેલિગ્રામ પર વાંધાજનક સામગ્રી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સે તેની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત છ આરોપો લગાવ્યા છે. જાે કે તેની ધરપકડના ચાર દિવસ બાદ ૨૮ ઓગસ્ટે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ફ્રાન્સની કોર્ટે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
૨૨ વર્ષની ઉંમરે, પાવેલ દુરોવે તેના ભાઈ સાથે મળીને ૨૦૧૩માં ટેલિગ્રામ મેસેજિંગ એપની સ્થાપના કરી હતી. તે મૂળ રશિયન નાગરિક છે, ૨૦૧૪માં જ્યારે રશિયન સરકારે તેને યુઝર્સને લગતો ડેટા આપવાનું કહ્યું ત્યારે દુરોવ દુબઈ શિફ્ટ થઈ ગયો. દુરોવ પાસે ફ્રાન્સ અને યુએઈની નાગરિકતા પણ છે. તેમની કુલ અંદાજિત સંપત્તિ લગભગ ઇં૧૫ બિલિયન હોવાનું કહેવાય છે.