સ્ત્રી ૨ (Stree 2)ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને લગભગ દોઢ મહિનો થઈ ગયો છે પરંતુ આ ફિલ્મ તેની જગ્યાએથી ખસવા તૈયાર નથી. ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૬૦૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે અને આવનારા દિવસોમાં આ આંકડો વધુ વધી શકે છે. આ હોરર કોમેડીમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એવા અહેવાલ હતા કે શ્રદ્ધાના ઘણા ચાહકો ફિલ્મ જાેવા માટે બેથી ત્રણ વખત થિયેટરમાં ગયા હતા. હવે તેની પાસે હેટ્રિક ફટકારવાની વધુ એક તક છે. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. જાે કે મૂળ સ્ત્રી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઉપલબ્ધ છે, તમે તેની સિક્વલ એમેઝોન પ્રાઇમ વિડિયો પર જાેઈ શકશો. આ ફિલ્મ હાલમાં પ્લેટફોર્મ પર ભાડે ઉપલબ્ધ છે.
મતલબ, તમે ૩૪૯ રૂપિયા ચૂકવીને આ ફિલ્મ ઘરે બેઠા આરામથી જાેઈ શકો છો. સ્ત્રી ૨ એ જ નામની ૨૦૧૩ માં આવેલી ફિલ્મ સ્ત્રીની સિક્વલ છે. અમર કૌશિકે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના પણ મહત્વના રોલમાં છે.
આ સિવાય ફિલ્મમાં વરુણ ધવન અને અક્ષય કુમારનો કેમિયો પણ જાેવા મળ્યો હતો. આ વાર્તાનો જે રીતે અંત આવ્યો છે તે જાેતા લાગે છે કે ભાગ ૩ વધુ રસપ્રદ બનશે. આ ફિલ્મ મેડૉક ફિલ્મ્સના સુપરનેચરલ યૂનિવર્સનો ભાગ છે.
૨૦૧૮માં રિલીઝ થયેલી સ્ત્રી તેનો પ્રથમ પાર્ટ આવ્યો હતો. આ પછી વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ભેડિયા’ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ ‘મંજુ’ આવી. આ પછી ‘સ્ત્રી ૨’ ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ હતી. જીંિીી ૨ એ વિશ્વભરમાં ૮૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.