ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં હાલ 80 જેટલા માલિકો દ્વારા તરછોડાયેલા બળદોને આશ્રય આપવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે અહીં તમામ બળદોને ગરમીમાં ઠંડક મળે તેવા ઉમદા આશય સાથે બળદ ખાઈ શકે તેવી રીતે કટકા કરી અને 1,000 કિલો જેટલા તરબૂચ પીરસવામાં આવ્યા હતા.