Gujarat

ગુજરાતમાં ૨૭% બૂથ સંવેદનશીલ પર દરેક બૂથ પર ૪ SRP જવાન હાજર રેહશે

લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જ્યારે દેશમાં કુલ સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. મતદાન કરવાથી કોઈ બાકી રહીના જાય તે માટે ચૂંટણી પંચે નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખ્યુ છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ૭ મે ૨૦૨૪ ના રોજ થશે. જેના પગલે ગુજરાતમાં ૫૦,૭૮૭ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી ૧૩,૬૦૦થી વધુ સંવેદનશીલ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ૫૦,૭૮૭ બૂથ પૈકી ૧૩,૬૦૦થી વધુ બૂથ સંવેદનશીલ છે. આ તમામ સંવેદનશીલ બૂથો પર વધુ બંદોબસ્ત ગોઠવાશે. એટલે કે ૧૦૦ ટકા માંથી ૨૭ ટકા બૂથ સંવેદનશીલ પર દરેક બૂથ પર ચાર એસ.આર.પી જવાનો હાજર રહેશે. એસ.આર.પી ની કુલ ૧૧૨ પૈકી ૧૦ કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ૨૦૨૪માં ૪૫૦ ક્રિટિકલ મથકોમાં પણ ઘટાડો થયો છે.