ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંકલ્પ પત્રની ગુજરાતીની આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું છે. પ્રચાર-પ્રસાર માટે ગીતો અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સ્થિત ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નવસારી ના સાંસદ અને ગુજરાત ભાજપ ના પ્રમુખ સી.આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પ્રચાર-પ્રસાર માટે ગીતો, સાહિત્ય સામગ્રી અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના નેતાઓ જેમકે આઈ. કે જાડેજા, ધારાસભ્ય મહેશ કશવાલા, રાજનીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.