છોટાઉદેપુર જિલ્લામાં આવેલ 6 તાલુકાઓમાં 90% આદિવાસી વસ્તી નિવાસ કરતી હોય આદિવાસી સમાજમાં અનોખી પરંપરા મુજબ દિવાળી કરતાં પણ દેવ દિવાળી પર્વનું અનેરૂ મહત્વ રહેલું છે જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં ગતરોજ તારીખ 15 થી દેવ દિવાળી પર્વની ધામધૂમ પૂર્વક અને પારંપરિક વિધિવત રીતે ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે જેમાં ગામેગામ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા રિવાજો પ્રમાણે તહેવાર ઉજવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુરા ભારત વર્ષ માં આસો મહિના ની અમાવસ્યાનાં દિવસે દિવાળી નો તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવ દિવાળી થી શરૂ થઇ ને જુદા જુદા ગામો માં જુદા જુદા દિવસે, ગામની અનુકૂળતા મુજબ દિવાળી નો તહેવાર ઉજવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. ગામના આગેવાન તથા પટેલ નક્કી કરે તે દિવસે ગામમાં દેવ દિવાળી ઉજવાતી હોય છે,
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ઓ દેવદિવાળી ની ઉત્સાહ ભેર ઉજવણી કરતા હોય છે. આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિ ની પૂજા કરવામાં માને છે, પ્રક્રુતિ એ જ પરમેશ્વર છે, પ્રક્રુતિ હી જીવન એમ માની ને જેના વગર ખરેખર જીવન શક્ય જ નથી એવા ધરતીમાતા, આકાશ,પવન, અગ્નિ, પાણી આમ પાંચ તત્વો થકી જીવન અને સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહે છે જે સત્યને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોનારો સમાજ એટલે આદિવાસી સમાજ. અહીં ના આદિવાસી ઓ દેવદિવાળી નો તહેવાર ખાસ કરીને ત્રણ દિવસ સુધી ઉજવતા હોય છે જેમાં ધાનતેરસ થી શરૂ થઈ ને વાહી તહેવાર સુધી ચાલે છે, ધાનતેરસ એટલે કે ચાલુ વર્ષે પકવવા માં આવેલ ધાન્ય કે જેના સહારે આખા વર્ષ દરમ્યાન કરવામાં આવેલ ખેતીવાડી ના ખેડાણ, વાવણી, થી લઈને પકવવા માં આવેલ ફસલ ને પોઇંત જોડીને મસળવા થી લઈને બળદગાડામાં ખેતરમાં થી ઘરે સુધી અનાજ પકવવા અને લાવવા સુધી નુ કામ કરનાર બળદ ને ગેરુ થી શિંગડા રંગી ને આખા શરીર પર ગેરુ થી હાથનાં થપ્પા મારી ને બળદ ને ડોકે ઘંટડીઓ- ઘૂઘરા બાંધીને શણગારવામાં આવે છે તેમજ ઘર ની બહાર ની દિવાલે એક છાણ અને માટીના કાદવમાં થી ભિડીયુ બનાવવામાં આવે છે જેના પર ગલગોટા ના ફુલ અને લાલ ચણેકડી ના બીજ ની હારમાળા સર્જી ને સુશોભિત કરવામાં આવે છે તેના પર દિવાળી નો તહેવાર પુર્ણ થાય ત્યાં સુધી માટીના કોઢીયા માં દિવો પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ ચૌદસના દિવસે ચાલુ વર્ષે પકવવા માં આવેલ ધાન્ય ને જે મોહટીઓ માં ભરવા માં આવી હોય તે મોહટીઓ (કોઠાર) પર દિવડા પ્રગટાવી ને ભારે આસ્થાભેર પુજન કરવામાં આવે છે,તે ઉપરાંત ઘરલી (કુળદેવી) પૂજન, ઝાંપા દેવ પૂજન કરવામાં આવે છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લા માં વર્ષો જૂની પરંપરા રહી છે કે, ખેતીમાં ચોમાસુ પાકનાં નવા ધાન ની લલણી થઇ જાય અને નવું ધાન ઘરમાં આવી જાય એની પુંજા વિધી કરી, નવા ધાન માંથી બનાવેલા અડદ નાં ઢેબરા, તાયા ની વાનગી દેવો અને પૂર્વજો ને ધરાવી, દિવાળી ઉજવવાની પરંપરા રહી છે તે પરંપરા મુજબ આજ થી શરૂ થયેલો દિવાળી નાં તહેવારો જુદા જુદા જુદા ગામ માં જુદા જુદા દિવસે એક મહિના સુધી યોજવામાં આવશે
– અનોખી પરંપરા સાથે દિવાળી નાં ત્રીજા દિવસે ગાય ગોદી નો તહેવાર ઉજવવામાં આવે છે
છોટાઉદેપુર જિલ્લા નાં કવાંટ વિસ્તારમાં દિવાળી નાં ત્રીજા દિવસે પશુધન, નવા ધાન્ય અને ધન ની પુંજા વિધી ની અનોખી પરંપરા સાથે ગાય ગોદી નો તહેવાર નાચગાન કરી ઉજવવામાં આવે છે
છોટાઉદેપુર જિલ્લા નાં આદિવાસી સમાજ ની અનોખી પરંપરા આજે પણ જોવા મળી રહી છે, ત્યારે કવાંટ તાલુકાનાં રૂમડીયા ગામ માં ગાય ગોદી નો વર્ષો જુનો તહેવાર આજે પણ જોવા મળી રહ્યો છે,દેવ દિવાળી નાં ત્રીજા દિવસે ફળીયા નાં દરેક ઘરે થી એક જગ્યાએ, છાણ ભેગું કરી, છાણ માંથી ગોદી બનાવી શણગારવામાં આવે છે, અને નવા ધાન માંથી બનાવેલ વાનગીઓ ધરાવી, ઘરેણાં મૂકી નાચગાન કરી પુંજા વિધી કરવામાં આવે છે.વર્ષો જૂની પરંપરા મુજબ ચોમાસુ નાં ખેતી પાકો માં મદદરૂપ બનનાર પશુઓને શણગારી નવું ધાન્ય ખવડાવી, છાણ ની ગોદી બનાવી નવા ધાન્ય પાકો ને ગોદી પર વધાવી જોહાર જોહાર બોલી પ્રકૃતિ નો આભાર પ્રગટ કરવામાં આવે છે અને ગામલોકો પોતાની પરંપરા મુજબ, ઢોલ વાંસળી નાં સુર સાથે નાચગાન કરી આંનદ ઉલ્લાસ પૂર્વક ગાયગોદી નો તહેવાર ઉજવવામાં આવે છે
(2) આદિવાસી સમાજ માં દેવ દિવાળી ની સાંજે દેવો નાં ડોળા ઉઘાડવાની પણ વિશેષ પરંપરા રહી છે
દિવાળી ની સાંજે ગામ નો અને ઘરનો ઝાપલો પુંજવામાં આવે છે,
જેમાં ડોયલી નાં વેલાં પર નો લીલો તુમડા માં દીવો સળગાવી, દેવો નાં ડોળા ઉઘાડે, એવુ ગીત ગાવામાં આવે છે,
દેવો ની આંખો ઉઘાડવા ની વિધી દરમિયાન, ગીત ગાવામાં આવે છેકે, દેવો તમારી આંખો ખુલ્લી રાખી અમારા ઢોર ઢાખર, કુકડા, બોકડા, પશુ પંખીઓ, બાલ બચ્ચા પર અમી દ્રષ્ટિ વરસાવજો એ અર્થ માં પ્રકૃતિ નો આભાર પ્રગટ કરે તેને દેવો નાં ડોળા ઉઘાળવા ની રીત કહેવામાં આવે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

