Gujarat

શીલજ સર્કલે 120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો સિક્સ લેન બ્રિજ બનશે,1 લાખ લોકોને રાહત થશે

ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી ઔડાએ શીલજ જંકશન પર 120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો સિક્સ લેન બ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. એસપી રિંગ રોડ પરથી પસાર અંદાજ 1 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. ટૂંક સમયમાં બ્રિજનું કામ શરૂ થશે અને બે વર્ષમાં કામગીરી પૂરી થશે. બ્રિજની પહોળાઈ 27 મીટરની રહેશે.

બોપલ એપ્રોચ તરફની લંબાઈ 131 મીટરની અને સાયન્સ સિટી એપ્રોચ તરફથી લંબાઈ 239 મીટરની રહેશે. આ ઉપરાંત સાયન્સ સિટી તરફ રિટેનિંગ વોલની લંબાઈ 150 મીટર જ્યારે બોપલ તરફ રિટેનિંગ વોલની લંબાઈ 272 મીટની રહેશે. બ્રિજની બંને બાજુ 11 મીટર પહોળો આરસીસીનો સર્વિસ રોડ બનાવાશે.

ઔડાના અધિકારીએ જણાવ્યું કે આગામી સમયમાં અમદાવાદની વધતી વસતીને ધ્યાનમાં રાખીને શહેરના વિકાસ માટેનું આયોજન કરાઈ રહ્યું છે. ટૂંકમાં બીજા જંક્શનો કે જ્યાં વધારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે ત્યાં બ્રિજનું કામ ચાલુ કરશે. શીલજ જંક્શન પર બ્રિજ બનવાથી 1 લાખથી વધુ લોકોને ફાયદો થશે. 76 કિમી લાંબા રિંગ રોડ પર ઓવરબ્રિજ-અંડરપાસ બનાવવામાં આ‌વશે.

27 મીટર બ્રિજની પહોળાઈ 131 મીટર લંબાઈ બોપલ એપ્રોચ તરફની 239 મીટર લંબાઈ સાયન્સ સિટી એપ્રોચ તરફની 11 મીટર પહોળો સર્વિસ રોડ બનશે