Gujarat

સુત્રાપાડા તાલુકા ના સરા ગામે 26વર્ષ ના યુવાન નો હાર્ટએટેક આવી જતા મૃત્યુ

હાલ હાર્ટએટેક ના બનાવો દિવસે દિવસે વધતા જતા રહે છે ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીક આવેલ સરા ગામે રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા નરેશભાઈ દાનાભાઈ વંશ ઉ . 26વર્ષ ને ગત રાત્રે 10વાગ્યા આસપાસ અચાનક છાતી માં દુખાવો થતા તેમના પરિવાર ને જાણ કરતા તેમને વેરાવળ હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે રસ્તા માંજ વધુ તબિયત બગડતા રસ્તા માંજ મૃત્યુ પામતા તેમના પરિવાર પર દુઃખનો પહાડ ટુટી પડ્યો હતો  નરેશભાઈ  પરિવાર થી અલગ રહેતા અને  બ્લોક ના કારખાના માં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા નરેશભાઈ ને સંતાન માં બે બાળકો હતા જેમાં દીકરી 2વર્ષ ની અને દીકરો 1વર્ષ નો છે તેમજ તેમના મોટા ભાઈ સરા ગામમાં કરિયાણા ની દુકાન ચલાવે છે આવી અણધારી આફત થી નરેશભાઈ ના પરિવાર માં શોક છવાયો હતો આમ અચાનક મૃત્યુ થી બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે આ ઘટના બનતા સરા ગામમાં પણ શોક છવાયો હતો

IMG-20240211-WA0505.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *