Gujarat

હાંસોટ માર્ગ પર એક કારમાં આગ લાગી, સદનસીબે ચાલકનો આબાદ બચાવ, કાર બળીને ખાખ

હાંસોટના કતપોર અને વધવાણ ગામ વચ્ચેથી પસાર થતા એક કારમાં આગ લાગી હતી. જોકે, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરતું આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.

કાર ચાલક બહાર દોડી આવતા આબાદ બચાવ થયો

હાલમાં ચોમાસાની મોસમમાં પણ કારોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યાં છે. મંગળવારે ભરૂચના કેબલ બ્રિજ પર પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કાર ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીને ઉભી રાખીને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.

પરતું કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે આવો જ એક બીજો બનાવમાં કાર ચાલક સાંજના સમયે હાંસોટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે તે કતપોર અને વધવાણ ગામ વચ્ચે પહોચતા કારમાં આચનક આગ ભભૂકી ઉઠતાં તેણે કારને થંભાવી બહાર નીકળી જતાં તેનો પણ આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં આગ એટલી વિકરાર હતી કે આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ ન હતી.