રાહુલ રાજ મોલ પાસે SMCની બિલ્ડિંગમાં આવેલા કન્ટેનર કેબિનમાં ઓફિસ ચલાવવામાં આવતી હતી. અહીં આગળ એકાએક જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કેબિનમાં બેઠેલા માણસો તેમજ આસપાસના માણસોએ પણ ડરના કારણે દોડી આવી ફાયર વિભાગને જાણ કરી હતી.
કન્ટેનરમાં આગ લાગી વેસુ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલ પાસે SMCના આવાસમાં જે કેબિન હોય છે, તે કેબિનમાં એક આગ લાગી હતી. બિલ્ડર દ્વારા આ પ્રકારની કેબિન બનાવવામાં આવતી હોય છે, જેમાં ઓફિસ વર્ક પણ થાય છે. એકાએક આગ લાગતાંની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા રહીશોમાં પણ રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. આગની જ્વાળાઓએ જોતજોતામાં કેબીનના અડધા ભાગને બાળીને ખાખ કરી નાખ્યું હતું.
શોર્ટસર્કિટના કારણે આગ લાગી ફાયર વિભાગના અધિકારીને જણાવ્યા મુજબ આગ લાગવાનો કોણ મળતાની સાથે જ ઘટના સ્થળ ઉપર પહોંચીને જોયું તો કેબિનમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી.
વેસુ સહિત અન્ય ફાયર સ્ટેશને ગાડી મળી કુલ 4 ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. કેબીનની અંદર કોમ્પ્યુટર વર્ક હોવાને કારણે કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રીક ગેજેટ અને ડોક્યુમેન્ટ મળીને ખાખ થઈ ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

