Gujarat

શ્રી લોકવિદ્યા મંદિર થોરડીની ૨૩ વિદ્યાર્થીની બહેનોની પ્રકૃતિ શિબિર ચીખલકુબા ખાતે વન વિભાગ દ્વારા યોજવામાં આવી

શ્રી લોકવિદ્યા મંદિર થોરડીની ૨૩ વિદ્યાર્થીની બહેનોની પ્રકૃતિ શિબિર ચીખલકુબા ખાતે ગત તારીખ ૫ ડિસેમ્બર ૨૦૨૪ થી ૭ ડિસેમ્બર ૨૦૨૪ સુધી વન વિભાગ દ્વારા  યોજવામાં આવી હતી આ શિબિરનો મુખ્ય હેતુ આજના વિદ્યાર્થીઓ પ્રકૃતિલક્ષી માનસ કેળવે તેવો હતો આ પ્રકૃતિ શિબિર શ્રી રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રી સિંધા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતી  વન વિભાગના માર્ગદર્શક એવા ભરતભાઈ ભલગરીયા સાહેબ તથા તેમની સાથે માથુર સાહેબ અને વોરા સાહેબે જંગલ ખાતાની સરસ મજાની માહિતી ઉપલબ્ધ કરાવી હતી બાળકોને સવારથી સાંજ સુધી જંગલની અંદર દરરોજનું ૧૫ કિલોમીટરનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું
સાથોસાથ જસાધાર મુકામે આવેલ વન વિભાગની હોસ્પિટલની મુલાકાત લેવડાવવામાં આવી હતી બાળકોને છેલ્લે દિવસે સફારી પાર્કની અંદર જુદા જુદા પ્રાણીઓ વિશે નિશુલ્ક લઈ જઈ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો શ્રી ધારી રેંજના આરએફઓ સાહેબ સિંધા સાહેબે ખૂબ જ રસ લઈ વિદ્યાર્થીઓની અંદર અનેરો ઉત્સાહ પેદા કર્યો હતો આમ શ્રી લોકવિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓએ ત્રણ દિવસની જંગલ સફારીની મજા માણી હતી
બિપીન પાંધી સાવરકુંડલા