Gujarat

લોકસભાની ચૂંટણીને લઇ છોટાઉદેપુરના બોડેલીમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના મંત્રી ભીખું પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલી ૨૬ સીટો માટેનું ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ઘોષિત કરતા પહેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન એક તારીખ,એક સમયે કર્યું છે.આવી ઘટના પહેલીવાર બનવા પામી છે.છોટાઉદેપુર લોકસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન બોડેલી ખાતે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમાર અને ગુજરાત પ્રદેશ એસસી મોરચા પ્રમુખ અર્જુનસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,શૈલેષભાઇ મહેતા,દર્શનાબેન દેશમુખ,ચૈતન્યસિંહ ઝાલા,અભેસિંહભાઈ તડવી,રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,ડેરી પ્રમુખ દિનુમામા,જી.બી સોલંકી સહીત હોદ્દેદારો,જિલ્લા,તાલુકા પંચાયત સદસ્યો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG_20240123_175055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *