સાવરકુંડલા તાલુકાના વંડા ગામે શ્રીવંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.પી. એસ. હાઈસ્કૂલ વંડા માં શ્રી ભાવેશભાઈ સોનપાલ છેલ્લા ૩૩ વર્ષથી જુનિયર કલાર્કથી સર્વિસ શરૂ કરી ઓ.એસ. બની તા. ૩૧ – ૧૦ – ૨૪ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આ નિવૃત્ત સમારંભમાં મંડળના મંત્રી કાંતીભાઈ પાંચાણી, મે. ટ્રસ્ટી મનજીભાઈ તળાવિયા એ હાજરી આપી હતી. શાળામાં ૩૩ વર્ષ સુધી સુંદર રીતે પોતાની સુજબુઝથી વહીવટી કામ સંભાળતા હતા.
જે કામગીરીમાં અમરેલી જિલ્લામાં તેઓ એક મહત્વનું સ્થાન ધરાવતા હતા. આ સમારંભ માં શાળાના શિક્ષક ભાઈ બહેનો જેમાં પીયુષભાઈ વ્યાસ, પ્રવીણભાઈ ઝીજુવાડીયા, જગજીવનભાઈ ગજેરા, દીપકભાઈ ઝડફિયા તેમજ મનોરમાબેન દૂધરેજીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ભાવેશભાઈ સોનપાલને પ્રહલાદભાઈ ચૌહાણ, લાલજીભાઈ કાપડિયા, રોહિતભાઈ ઓઝા, સંજયભાઈ વિસાણી, તેમજ નીતાબેન ભટ્ટના હસ્તે સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.
તથા રમેશભાઇ ભોયા ભરતભાઈ ગોંડલિયા, અલ્પાબેન હિરપરા, રશ્મિબેન ઢોલરીયા, ઉમાબેન સાંડસૂરના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર અપર્ણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના મે. ટ્રસ્ટ્રી મનજીબાપા તળાવિયા તથા મંત્રી કાંતીભાઈ પાંચાણી, શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા બહેનશ્રી જ્યોતિબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કરી ભાવેશભાઈ સોનપાલના કાર્યને બિરદાવ્યું હતું. આ સંસ્થા ભાવેશભાઈ સોનપાલની માતૃસંસ્થા છે જે અંગે નિવૃત્ત થતા ઓ.એસ. ભાવેશભાઈ સોનપાલે પણ તેના નોકરી ના સમય દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા.
પોતાના કાર્યની અંદર શાળાના તમામ શિક્ષક ભાઈબહેનોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ મારી માતૃસંસ્થા છે ને હું તેમના માટે કાયમ સ્મૃતિમાં રાખીશ. તેમણે શાળાના વિકાસ માટે તેમના માતૃશ્રી ગં.સ્વ. તરણાબેન લાલજીભાઈ સોનપાલ ના નામે રૂ. ૫૧૦૦૦/- ની સંસ્થાને ભેટ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાના સહકાર્યકરો જીતુભાઈ તળાવિયા, મયુરભાઈ ચૌહાણ, અને ભાવનાબેન રામાણી, ભૂમિબેન બડમલીયા એ પણ ભાવેશભાઈ સોનપાલને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિવેકાનંદ પ્રા. શાળાના દક્ષાબેન ભટ્ટ, આચાર્ય પ્રિયંકાબેન જાની, હિરલબેન ખુમાણ, પૂનમબેન વધાશિયા હાજર રહ્યા હતા . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉ. મા. ના સિનયર શિક્ષક પીયુષભાઈ વ્યાસે કર્યું હતું.
શાળાના પૂર્વ શિક્ષિકા પ્રવીણાબેન હાલારી, સાધનાબેન ત્રિવેદી તેમજ કીર્તિબેન ભટ્ટે શુભ સંદેશો પાઠવ્યો હતો. શાળાના આચાર્ય સંજયભાઈ ચૌહાણે ભાવેશભાઈના કાર્યને બિરદાવી નિરોગી આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને અંતે સહુ સાથે ભોજન લઈ વિખૂટા પડ્યા હતા એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું.
બિપીન પાંધી