હાટીના તાલુકાનું ગામ ચોરવાડ ગામે દિવાળીના તહેવારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા શરૂ કરાયેલ સમાજના વરિષ્ઠ આગેવાનો પાસે વસ્ત્ર એકઠા કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા નુ સ્વામી વિવેકાનંદ ચોરવાડ શહેર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું
“પ્રેમ અને સહાનુભૂતિનો સંદેશ: વસ્ત્રદાન!”

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વસ્ત્રદાન અભિયાન અંતર્ગત વિવિધ લોકો એ વસ્ત્રદાન કરીને સમાજ સમક્ષ “જન સેવા એ જ પ્રભુ સેવા” મંત્રને ચરિતાર્થ કર્યો છે અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આતે યુવા મોરચા ચોરવાડ ના પ્રમુખ શ્રી પૂજાભાઈ ચુડાસમા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ચોરવાડ સંયોજક સુરેશભાઈ વડુકર તથા કાનજીભાઈ વાઢેર કરણભાઈ શાહ જનક વડુકર હકાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

