Gujarat

કરનાળીના કુબેર ભંડારી મંદિરે દેવ દિવાળીએ ભવ્ય શોભાયાત્રા નીકળી

ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિરે વાર્ષિક હિસાબો રજૂ કરવા સોમનાથ રાજાના દરબારમાં વર્ષોની પ્રણાલી મુજબ કુબેર ભગવાન કુબેર ભંડારી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. દેવોના ખજાનચી તરીકે કુબેર ભગવાનને પૂજવામાં આવે છે. ત્યારે ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિરથી વર્ષોની પ્રણાલી મુજબ સોમનાથ રાજાને ત્યાં વાજતે ગાજતે કુબેર ભગવાન વર્ષના હિસાબો બતાવવા દેવ દિવાળીએ જતા હોય છે.

આ અંતર્ગત શુક્રવારે દેવ દિવાળી કારતકી પૂર્ણિમાના દિવસે કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે નગરમાં ફરી સોમનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં ભગવાન કુબેર દ્વારા હિસાબો બતાવ્યા બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી.

આ ભવ્ય શોભાયત્રામાં આસપાસનાં ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને આ પાવન અવસરનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.