Gujarat

ઉનાના સૈયદ રાજપરા ગામ નજીક શીતળા માતાજીના મંદિર પાસે એક સિંહ પરીવાર સાથે આરામ ફરમાવ્યું…દરીયાઇ કાઠે જંગલ વિસ્તાર હોવાથી કાયમી વસવાટ કરે છે…

ઉના તાલુકાના દરીયાઇ કાઠા વિસ્તારના જંગલમાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોય અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર શિકારની શોધમાં સીમ વાડીમાં આવી ચઢતા હોય છે. ત્યારે ઉનાના સિમર અને સૈયદ રાજપરા ગામની વચ્ચે આવેલ શીતળા માતાજીના મંદિરની બાજુમાં મોડી રાત્રીના એક સિંહણ-સિંહ અને બે બચ્ચા સહીત સિંહ પરીવારનું ગ્રુપ અહીં આટાફેરા કર્યાં હતાં. અને સિંહણ એક જગ્યા પર પોતાનું સ્થાન ગ્રહણ કરી બેસી ગયેલ હતી.
જે સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ મોબાઇલમાં કેદ કર્યો હતો.
 સ્થાનિક લોકોનું કહેવું છે કે સિમર, સૈયદ રાજપરા, સહિતના આસપાસના ગામોમા કાયમી માટે સાંજના 7વાગ્યા થી લઈને 9 વાગ્યા સુધીના સમયમાં શીતળા માતાજીની આજુબાજુમાં આખું ગ્રુપ આવે છે. અને અહીં આરામ ફરમાવતા હોય છે. જોકે દરિયાઈ કાઠો જંગલ વિસ્તાર હોવાથી વન્ય પ્રાણીઓ શિકાર માટે નજીકનાં ગામોમા નિકળી જતાં હોય છે.
થોડા દિવસ પહેલા પણ ઉના ટીકરીયા ખારા વિસ્તારમાં સિંહે પરિવારે બે પશુના મારણ કર્યાં બાદમા તેમનાં બચ્ચાને લઈ આવી મારણની મજિબાની માણી હતી. જેથી આજુબાજુમાં રહેતા લોકોમા ભય જોવા મળ્યો હતો.

IMG-20240210-WA0001-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *