Gujarat

જામનગરના ખંભાલીડા ગામમાં દરોડો પાડી 52 બોટલ દારૂ સાથે એક શખ્સને દબોચ્યો

જામનગરના ખંભાલીડા ગામમાં દરોડો પાડી પોલીસે ઈંગ્લીશ દારૂની 52 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂ પૂરો પાડનારા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાંથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો. ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળતા તે ખંભાલીડા ગામમાં પ્લોટ વિસ્તારમાં સરકારી સ્કૂલ પાછળ ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.

ત્યારે પોલીસ સ્ટેશન સ્ટાફના નિર્મલસિંહ જાડેજા અને ફિરોજ ખફી તેમજ ચેતન ધાધરેટીયા ચોક્કસ હકીકત મળતાની સાથે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન ખંભાલીડા ગામ પ્લોટ વિસ્તારમાં સરકારી સ્કૂલ પાછળથી 52 નંગ વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને દબોચી લીધો હતો.જેમાં કર્મદીપસિંહ ઉર્ફે ધગો ઘનશ્યામસિંહ જાડેજા રહે.

ખંભાલીડા ગામ મોટા વાસ જામનગર ના કબજા માંથી 52 નંગ ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા 26,000 નો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી ધરી હતી. તેમજ ઇંગલિશ દારૂ ના જથ્થો વિશ્વરાજસિંહ જાડેજા રે નાની લાખાણી ગામના એ પૂરો પાડ્યો હતો. વિશ્વરાજસિંહ ઉર્ફે વિસુ જાડેજા ને પોલીસ દ્વારા ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે અને એકબીજાને મદદ કરીને ગુનો કરતા હતા ત્યારે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.