Gujarat

દાંતા તાલુકાના હડાદ ગામે નવા કાર્યકર્તા જોડો બાજપ ની સભા યોજાઈ

2000 હજાર થી વધુ કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં હડાદ ગામ વનવાસી ક્ષેત્રમાં આવેલું છે અને કોંગ્રેસનો ગઢ કહેવાય છે હડાદ ગામે ભારતીય જનતા પાર્ટીની સભા યોજવામાં આવી હતી. આ સભામાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને ભાજપના કિર્તીસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા અને હોદ્દેદારો સભામાં જોડાયા હતા. હડાદ વિસ્તારના આદિવાસી અગ્રણી ચંદ્રકાંત બેગડીયા છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તે ભાજપમાં જોડાયા હતા. તો સાથે સાથે તેમના 2000 જેટલા સમર્થકો પણ ભાજપ પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો હતો.
કિર્તીસિંહ વાઘેલા, રમીલાબેન બારા અને રાજેન્દ્રસિંહ ચાવડાએ ખેસ પહેરાવીને નવા જોડાતા કાર્યકર્તાઓનું ખેસ પહેરાવી કર્યું સ્વાગત અને સભામાં જય જય શ્રી રામવના નારા થી નવા કાર્યકર્તાઓને વધાવી લીધા એક બાજુ ક્ષત્રિય સમાજનું આંદોલન અને રોષ ભાજપ પાર્ટી વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. ત્યારે હડાદ મુકામે આજે 2000થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાયા હતા અને ફરી એકવાર ભાજપ સરકાર બને તે હેતુથી ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.