આગામી લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર ની નારાયણ સ્કૂલ ખાતે કોંગ્રેસ પાર્ટીની મીટીંગ યોજાઇ હતી. આ પ્રસંગે જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તેમજ ST,SC,OBC,MAINORITY ના નેશનલ કોર્ડીનેટર કે.રાજુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે ઉપસ્થિત લીડરશિપ ડેવલપમેન્ટ મિશન ચેરમેન ગુજરાત પ્રદેશ,અને પૂર્વ. ધારાસભ્ય નૌશાદ સોલંકી,વઝીર પઠાણ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટ, પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, હાથ સે હાથ જોડોના કો કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી સહીત કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીની કેવી રીતે મજબૂત કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે આ મીટીંગ પ્રસંગે કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા મિશનની શરૂઆત કરવામાં આવી છે. લીડરશીપ ડેવલપમેન્ટ મિશન આ મિશન અંગે પણ ચર્ચા પણ કરવામાં આવી હતી.

