Gujarat

માંગરોળ સિનિયર ડોક્ટરોનુ સન્માન સમારોહ સાથે મેગા રક્તદાન કેમ્પ યોજાયો.

આ મેગા રક્તદાન કેમ્પ ને માંગરોળ ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા એ તેમજ ભાજપ ના રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી સહીત રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે ખુલ્લો મુકવામા આવ્યો હતો,
 માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા આયોજીત મેગા રક્તદાન કેમ્પ સાથે માંગરોળ વિસ્તારમાં વર્ષો સુધી સેવા આપી દર્દીઓને તંદુરસ્તમય નવજીવન આપનાર એવા વરિષ્ઠ તબીબો સિનિયર ડોક્ટરશ્રીઓ નો સન્માન સમારોહ તેમજ સ્વર્ગસ્થ શ્રી ડોક્ટરોની સેવાને યાદ કરીને શ્રદ્ધાંજલી  અર્પણ કરવામા આવેલ હતી આ સુંદર કાર્યક્રમ માંગરોળ દશા શ્રીમાળી વણીક જ્ઞાતિની વાડી ખાતે યોજાયો,,
આ રક્તદાન કેમ્પમાં શ્રીરામ બ્લડ બેંક-પોરબંદર તેમજ GMERS બ્લડ બેંક સિવિલ હોસ્પિટલ-જુનાગઢ ના  સહયોગ થી યોજાયો જેમા માંગરોળમા પ્રથમ વાર 350 થી વધુ રક્તદાતાઓએ પોતાના રક્તનુ દાન કર્યા હોવાનુ જાણવા મળેલ છે ત્યારે આ મેગા કેમ્પ થકી એક્ઠુ કરેલ રક્ત કેન્સરગ્રસ્ત દર્દીઓ,થેલેસેમિયાગ્રસ્ત બાળકો,સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માત કેશોમાં મદદરુપ થશે તેવુ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડો.ઇરફાન ગુજરાતીએ જણાવ્યુ હતુ
 માંગરોળ શહેરમાં ડોક્ટર એસોસિએશન દ્વારા પ્રથમવાર વરિષ્ઠ સિનિયર ડોક્ટરોનુ સન્માન સમારોહના અવસરે રક્તદાન કેમ્પમાં વધુમાં રાજકીય સામાજિક અગ્રણીઓ વેપારીઓ,આગેવાનો પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો યુવાનોએ હાજરી આપી હતી,
આ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ ડોક્ટર શ્રી એ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ નુ સુંદર સંચાલન નગર સ્વર રમેશભાઈ જોષીએ કર્યુ હતુ,,

20240212_083013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *