Gujarat

સાવરકુંડલામાં આવેલ એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એનએસયુઆઈ દ્વારા  ક્વિઝસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

તારીખ ૩૧-૮૨૪ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં  એનએસયુઆઈ દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.આ સુંદર કાર્યક્રમની શરૂઆત શાળામાં  દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં  આવી હતી. આ પ્રસંગ નિમિત્તે શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા સાહેબ તેમજ  એનએસયુઆઈના ઉપાધ્યક્ષ શ્રી કેતનભાઇ ખુમાણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ચાર ટીમોમા ભારતીય રમતવીરોના નામ જેવા કે A પી.વી.સિંધુ, B મનુ ભાકર, C મીરાબાઈ ચાનું તેમજ Dસાક્ષી મલિક , ટીમના નામ આપીને આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પી.વી. સિંધુનો પ્રથમ નંબર આવ્યો હતો જેમને કેતનભાઇ ખુમાણ, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ શાળાના આચાર્ય  ઉષાબેન તેરૈયાના વરદ્ હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. અને અન્ય ત્રણ  ટીમોને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીની બહેનો તેમજ શિક્ષકોની ઉપસ્થિત રહેલ હતી. આ સુંદર કાર્યક્રમમાં શાળાની ૮૦૦ થી પણ વધારે બહેનોએ આ ક્વિઝને નિહાળેલ આ કાર્યક્રમમાં સહભાગી  અશ્વિનભાઈ બાલધિયા , હિતેશભાઈ ઢાપા, મનીષભાઈ ભદ્રેશ્વરા, તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન  મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું.અને કાર્યક્રમના અંતરમાં આભાર દર્શન નિતાબેન ત્રિવેદીએ કર્યું હતું એમ રવિજોષીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
બિપીન પાંધી