Gujarat

ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેના અધ્યક્ષસ્થાને ચૂંટણી ખર્ચ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ 
 લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર લોકસભા બેઠક માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાઈ તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
૨૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા ખર્ચ નિરિક્ષકશ્રી સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગના એક્ષપેન્ડીચર મોનિટરિંગ સેલના તમામ અધિકારીઓની ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેના અધ્યક્ષસ્થાને અને એક્ષપેન્ડીચર મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ખર્ચ નિરિક્ષકએ જિલ્લામાં રોકડ વ્યવહાર, બેંકમાં થતા શંકાસ્પદ નાણાકિય વ્યવહાર તથા સ્વૈછિક સંસ્થાઓના નાણાકિય વ્યવહાર પર નજર રાખવા સહિતની ખર્ચ બાબતો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ખર્ચ નિરીક્ષકઓ તેમજ લીડ બેંક મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.