Gujarat

લોકસભાની ચૂંટણી લઈને છોટાઉદેપુર વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર 137 વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું પાવીજેતપુર ખાતે લોકાર્પણ લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ભાઈ પટેલ સહિત ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.